A Study of Problems of Secondary School Students in the Context of their Caste and Area
માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો તેમની જાતિ અને વિસ્તારના સંદર્ભમાં અભ્યાસ
DOI:
https://doi.org/10.53983/ijmds.cpi2023.01.004Keywords:
Secondary school, student problem, caste, areaAbstract
Complete progress in the field of education is the need of the hour for a developing country like India. Many factors like traditions, customs, socio-economic status, educational level of parents, poverty, unemployment, population growth of our country affect the educational achievement of a child. Every student has his own problem. But if he faces such problems and survives in the field of education, he can make his future bright. Keeping this in mind the researcher undertook a study of the problems of secondary school students with respect to their caste and region. The objectives of which were: 1. To know the problems of students of class 9. 2. To study the problems of the students of class 9 with reference to the caste of the students. 3. To study the problems of the students of class 9 in the context of the area of the students. 50-50 students of class 9 were included in the sample using cluster sampling method. The findings of the study were as follows: 1. There is no significant difference between the mean scores obtained on the self-concept questionnaire by boys and girls of secondary schools. 2. There is a significant difference between the mean scores obtained on the self-concept questionnaire by urban and rural students of secondary schools. 3. There is a significant difference between the mean scores obtained on the self-concept questionnaire by urban boys and girls of secondary schools. 4. There is no significant difference between the mean scores obtained on self-concept questionnaire by rural boys and girls of secondary schools. 5. There is no significant difference between the mean scores obtained on the self-concept questionnaire by rural and urban boys of secondary schools. 6. There is a significant difference between the mean scores obtained on the self-concept questionnaire by rural and urban girls of secondary schools.
Abstract in Hindi Language
ભારત જેવા વિકાસશીલ દેશ માટે શિક્ષણના ક્ષેત્રે સંપૂર્ણ પ્રગતિ એ સમયની માંગ છે. આપણા દેશની પરંપરાઓ, રીતિ-રીવાજ, સામાજિક-આર્થિક સ્થિતિ, માતા-પિતાની શૈક્ષણિક સ્તર, ગરીબી, બેકારી, વસ્તીવધારો જેવા ઘણા બધા પરિબળો બાળકની શૈક્ષણિક સિદ્ધિ પર અસર કરે છે. દરેક વિદ્યાર્થીને પોતાની સમસ્યા હોય છે. પણ જો તે આવી સમસ્યાઓનો સામનો કરી શિક્ષણનાં ક્ષેત્રમાં ટકી રહે તો પોતાના ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. આ બાબતને ધ્યાનમાં રાખીને અભ્યાસકે માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓની સમસ્યાઓનો તેમની જાતિ અને વિસ્તારના સંદર્ભમાં અભ્યાસ હાથ ધર્યો હતો. જેના હેતુઓ હતાં: 1. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓ જાણવી. 2. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનો વિદ્યાર્થીઓની જાતિનાં સંદર્ભમાં અભ્યાસ કરવો. 3. ધોરણ 9નાં વિદ્યાર્થીઓની સમસ્યાઓનો વિદ્યાર્થીઓનાં વિસ્તારનાં સંદર્ભમાં અભ્યાસ કરવો. ધોરણ 9 નાં 50-50 વિદ્યાર્થીઓને ઝૂમખાં પસંદગી પદ્ધતિથી નમૂનામાં સમાવાયા હતા. અભ્યાસના તારણો આ મુજબ હતાં: 1. માધ્યમિક શાળાઓના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 2. માધ્યમિક શાળાઓના શહેરી અને ગ્રામ્ય વિસ્તારના વિદ્યાર્થીઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે. ૩. માધ્યમિક શાળાઓના શહેરી વિસ્તારના કુમાર અને કન્યાઓએ
સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે. 4. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય વિસ્તારના કુમાર અને કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 5. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના કુમારોએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત નથી. 6. માધ્યમિક શાળાઓના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની કન્યાઓએ સ્વ-સંકલ્પના સંશોધનિકા પર મેળવેલ સરેરાશ પ્રાપ્તાંકો વચ્ચે સાર્થક તફાવત છે.
Keywords: માધ્યમિક શાળા, વિદ્યાર્થીઓની સમસ્યા, જાતિ, વિસ્તાર
Downloads
References
પટેલ, આર.એસ. (2009). શૈક્ષણિક સંશોધન માટે આંકડાશાસ્ત્રીય પદ્ધતિઓ. (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ: જય પબ્લીકેશન, ગુજરાત રાજ્ય
શાહ, ડી.બી. (2004). શૈક્ષણિક સંશોધન. (પ્રથમ આવૃત્તિ). અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ
શુક્લ, સતીશપ્રકાશ એસ. (2010-11). શૈક્ષણિક મનોવિજ્ઞાન(પ્રથમ આવૃત્તિ). આગ્રા:અગ્રવાલ પ્રકાશન
શુક્લ, સતીશપ્રકાશ એસ. (2017). એક્સેલ અને પ્રદત્ત વિશ્લેષણ (દ્વિતીય આવૃત્તિ). અમદાવાદ:ક્ષિતી પબ્લિકેશન્સ
દેસાઈ, એસ.જી. અને કે.જી.દેસાઈ (1989). મનોવિજ્ઞાન માપન,(દ્વિતીય આવૃત્તિ) અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
દેસાઈ, કે.જી. અને આર.પી. શાહ (1996). શૈક્ષણિક પરિભાષા અને વિભાવના. અમદાવાદ: યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડ, ગુજરાત રાજ્ય.
પટેલ, આર.એસ. (2015). સંશોધનનું પદ્ધતિશાસ્ત્ર. (ત્રીજી આવૃત્તિ) અમદાવાદ: જય પબ્લિકેશન.
દોંગા નનુભાઈ (2007). શિક્ષણનું મનોવિજ્ઞાન. રાજકોટ: નિજ્જિન સાયકો સેન્ટર.